Saturday, August 30, 2025

સ્કૂલ સાથે કાંડ થઈ ગયો! UAE મોકલવાના હતા પૈસા ‘ને પહોંચી ગયા અમેરિકા

Share

મુંબઈ: પોલીસે દક્ષિણ મુંબઈમાં આવેલી એક આંતરરાષ્ટ્રીય સ્કૂલના સાઈબર ફ્રોડનો શિકાર થઈને 82.55 લાખ રૂપિયા જે ખોઈ દીધા હતા, તે જપ્ત કરી લીધા છે. આ છેતરપીંડીને અંજામ આપવા માટે મેન ઈન દ મિડિલ સાઈબર હુમલાની રણનીતિ અપનાવી હતી. એક અધિકારીએ આ જાણકારી આપી છે. મેન ઈન દ મિડલ તે રણનીતિ છે, જેમાં હુમલાખોર ગુપ્ત રીતે બે પક્ષની વચ્ચે મેસેજને રોકે છે અને તે પોતાના અનુસાર પ્રસારિત કરે છે. આ દરમ્યાન પીડિતને એવું લાગે છે કે તે બંને એકબીજા સાથે વાત કરી રહ્યા છે, જ્યારે હકીકતમાં આવું હોતું નથી આ કામ સાઈબર અપરાધી કરતા હોય છે.

મુંબઈ પોલીસના સાઈબર ક્રાઈમના એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી હતી. આ ઘટના 23 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમ્યાન થઈ હતી. સ્કૂલના કૈફેટેરિયા બનાવવા માટે સામગ્રી ખરીદવાની પ્રક્રિયા શરુ થઈ હતી, જેના માટે સ્કૂલે સંયુક્ત અરબ અમીરાતમાં આવેલા એક ફર્મ સાથે કોન્ટ્રાક્ટ કર્યો. ફર્મે કરાર અંતર્ગત બેન્ક વિવરણ મોકલ્યા. તેમણે જણાવ્યું કે, એક અજાણ્યા વ્યક્તિ એક સમાન ઈમેલ આઈડી બનાવ્યા અને અમેરિકા સ્થિત એક બેન્કનું વિવરણ સ્કૂલને મોકલ્યું.

સ્કૂલને એવું લાગ્યું કે, આ ઈમેલ યૂએઈની ફર્મે મોકલ્યો છે. ત્યાર બાદ સ્કૂલે 87.26 લાખ રૂપિયા ફ્રોડના ખાતામાં નાખી દીધા. ટૂંક સમયમાં જ સ્કૂલને જાણ થઈ ગઈ કે, કંઈક તો ગરબડ થઈ છે. જે બાદ સ્કૂલે મધ્ય ક્ષેત્ર સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. અધિકારીએ કહ્યું કે, અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને સૂચના પ્રૌદોગિકી અધિનિયમ અંતર્ગત મામલો નોંધી લીધો છે અને બેન્કના નોડલ અધિકારીના સંપર્કમાં આવ્યો. ત્યાર બાદ 82.55 લાખ રૂપિયાના વસૂલી થઈ ગઈ.

Editor
Editorhttps://gujaratlokshahinews.com
ગુજરાતી વેબસાઇટ કે જે વિશ્વસનિય સમાચાર સાથે તમને સતત અપડેટ રાખે છે ! ગુજરાત, ભારત અને વિશ્વભરના સમાચારો માટેના તમારા વિશ્વસનીય સ્ત્રોતમાં આપનું સ્વાગત છે. ગુજરાત લોકશાહી ન્યૂઝ વેબસાઇટ એ રાજ્ય, દેશ અને વિદેશના નવીનતમ અને મહત્વપૂર્ણ સમાચારો ગુજરાતી ભાષામાં પહોંચાડવા માટે સમર્પિત છે.

Read more

Local News