Indian man killed in canada: કેનેડામાં ભારતીય મૂળના વધુ એક વ્યક્તિની હત્યા, LIVE VIDEO

પોલીસે આ કેસમાં ઈવાન રેઈન અને જુડિથ સોલ્ટો નામના બે લોકોની ધરપકડ કરી છે. બંનેની ઉંમર 30 વર્ષ છે.

0
21
canada,indian killed in canada
(તસવીર: X)

Indian man killed in canada: કેનેડામાં એક સપ્તાહની અંદર ભારતીય મૂળના વ્યક્તિની હત્યાનો બીજો કિસ્સો સામે આવ્યો છે. શુક્રવાર, 6 ડિસેમ્બરે કેનેડાના એડમન્ટનમાં 20 વર્ષીય હર્ષનદીપ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હર્ષનદીપ સિંહ કેનેડામાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. કેનેડા પોલીસે તેની હત્યાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે.

સીડી નીચે ધકેલ્યો પછી ગોળી મારી દીધી
એડમન્ટન પોલીસ સર્વિસ (EPS) અનુસાર, હત્યાની આ ઘટના 6 ડિસેમ્બરે બની હતી. તેઓને એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગની અંદર ગોળીબારનો કોલ મળ્યો હતો. ઘટનાસ્થળે પહોંચતા ઘાયલ હર્ષનદીપ સિંહ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તે એપાર્ટમેન્ટની સીડી પર ઢળેલો પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં ત્રણ લોકોની ટોળકી હર્ષદીપ સિંહને સીડી પરથી નીચે ધકેલતી જોવા મળી રહી છે, જ્યારે અન્ય એક વ્યક્તિ તેને પાછળથી ગોળી મારી રહ્યો છે.

આ પણ વાંચો- ઘોઘા-હજીરા રો-રો ફેરીમાંથી યુવક દરીયામાં પડી ગયો, ક્રૂ મેમ્બરે માંડ માંડ બચાવ્યો

પોલીસે આ કેસમાં ઈવાન રેઈન અને જુડિથ સોલ્ટો નામના બે લોકોની ધરપકડ કરી છે. બંનેની ઉંમર 30 વર્ષ છે. બંને પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ છે. કેનેડામાં પ્રથમ-ડિગ્રી હત્યાને ‘વ્યક્તિની આયોજિત અને ઇરાદાપૂર્વકની હત્યા’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

પોલીસે એક હથિયાર પણ કબજે કર્યું છે. હર્ષનદીપ સિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ 9 ડિસેમ્બર સોમવારના રોજ થવાનું છે. કેનેડામાં એક સપ્તાહમાં ભારતીય મૂળના વ્યક્તિની હત્યાનો આ બીજો કિસ્સો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here