Monday, December 23, 2024

‘બાંગ્લાદેશ જેવી અરાજકતા વિશે વિચારશો નહીં, સામે સેના હશે…’, પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરની ચેતવણી

Share

અમદાવાદઃ પાડોશી દેશ બાંગ્લાદેશની સ્થિતિ કોઈનાથી છુપી નથી. વિદ્યાર્થીઓના પ્રદર્શનથી શરૂ થયેલી વિરોધની ચિનગારીને કારણે શેખ હસીના (Sheikh Hasina) સરકારને ઉથલાવી દેવામાં આવી હતી. આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે પાકિસ્તાનમાં (Pakistan) બાંગ્લાદેશ જેવી સ્થિતિની સંભાવના પર કડક ચેતવણી આપી છે. પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરે PAKમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જવાનો પ્રયાસ કરનારાઓને ચેતવણી આપતા કહ્યું છે કે, અમારી સેના આવા કોઈ ષડયંત્રને સફળ થવા દેશે નહીં કારણ કે તે હંમેશા દેશની સુરક્ષા અને રાષ્ટ્રીય અખંડિતતાનું રક્ષણ કરશે.

સેનાના મીડિયા યુનિટે જનરલ મુનીરને ટાંકીને કહ્યું કે, જો કોઈએ પાકિસ્તાનમાં આવી અરાજકતા સર્જવાનો પ્રયાસ કર્યો તો હું અલ્લાહની કસમ ખાઉં છું, અમે તેને સફળ થવા દઈશું નહીં. આ દુનિયાની કોઈ શક્તિ પાકિસ્તાનને નુકસાન પહોંચાડી શકે નહીં કારણ કે આ દેશ કયામત સુધી રહેશે.

મૌલવીઓના સંમેલનને સંબોધિત કરતી વખતે મુનીરે કહ્યું કે, જો તમારે જાણવું હોય કે દેશ કેટલો મહત્વપૂર્ણ છે, તો ઇરાક, સીરિયા અને લિબિયાને જુઓ. પાકિસ્તાનની હાજરી હંમેશા રહેશે. કારણ કે તે ટકી રહેવા માટે બનાવવામાં આવ્યું છે. તેમણે દેશમાં શાંતિ અને અસ્થિરતા જાળવવામાં સેનાના સમર્પણની પ્રશંસા કરી હતી. દેશમાં અરાજકતા ફેલાવવા માટે સોશિયલ મીડિયાને પણ જવાબદાર ગણાવ્યું.

પાકિસ્તાની આર્મી ચીફ જનરલ મુનીરે કહ્યું કે, કાશ્મીર વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વણઉકેલાયેલો એજન્ડા છે. તેનો ઉકેલ લાવવો જરૂરી છે, પરંતુ આજ સુધી સફળતા મળી નથી. સાથે જ અફઘાનિસ્તાનના શરણાર્થીઓ અંગે તેમણે કહ્યું કે, પાકિસ્તાન ઘણાં સમયથી અફઘાન શરણાર્થીઓને સમર્થન આપી રહ્યું છે. આ સાથે તેમણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો જાળવવા પર પણ ભાર મૂક્યો હતો.

તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આવ્યું છે, જેમાં પાકિસ્તાનની વર્તમાન સ્થિતિની તુલના બાંગ્લાદેશ સાથે કરવામાં આવી રહી છે અને આર્મી ચીફે દેશમાં અરાજકતાની ઘટનાઓ માટે સોશિયલ મીડિયાને જવાબદાર ઠેરવ્યું છે અને કહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી વર્ષોથી સોશિયલ મીડિયા પર સેનાની વધુ ટીકા થઈ રહી છે. આના કારણે દેશનું રાજકીય અને સામાજિક માળખું બગડી રહ્યું છે. આવા પ્રયાસો કરનારા લોકોની ધરપકડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Read more

Local News