Saunf Ka Sharbat: ગરમીમાં ડિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક, ડાયરિયા, ટાઈફોઈડ જેવી સમસ્યા આવવી સામાન્ય બાબત છે. પણ તેની શરીર પર ગંભીર અને લાંબા સમય સુધી રહેતી અસર વર્તાઈ છે. એટલા માટે ડોક્ટર્સ ગરમીની સીઝનમાં અમુક ખાસ સાવધાની રાખવાની સલાહ આપતા હોય છે. જેને બહાર જતાં પહેલા શરીરને સારી રીતે ઢાંકવું, સનસ્ક્રીન લગાવવી, પુરતું પાણી પીવાની સલાહ આપતા હોય છે. પણ જો તમે ઠંડા રહેવા માટે ખાલી ઠંડુ પાણી જ પીતા હોવ તો, આ પુરતું નથી.
પાણીની જગ્યા લીંબુ પાણી, શિકંજી, શરબત, સત્તૂ, શેરડીનો રસ પણ ગરમીમાં ખૂબ જ સારા ડ્રિંક્સ માનવામાં આવે છે. તેનાથી શરીરને ડબલ ફાયદો મળે છે. આજે અમે આપની સામે એક એવા શરબતની વાત કરવા જઈ રહ્યા છીએ, જેને ઉનાળામાં સૌથી સારુ ડ્રિંક માનવામાં આવે છે અને તે શરીરને ફાયદો પહોંચાડે છે. આ છે વરિયાળીનું શરબત. તો આવો જાણીએ તેને બનાવવાની રીત વિશે….
વરિયાળીના શરબત માટેની સામગ્રીઓ
- 2 ચમચી લીંબુ
- 1/2 કપ વરિયાળી
- 3થી 4 પુદીનાના પત્તા
- ખાંડ સ્વાદ અનુસાર
- સિંધવ નમક સ્વાદનુસાર
આવી રીતે બનાવો વરિયાળીનું શરબત
- વરિયાળી શરબત બનાવવા માટે સૌથી પહેલા વરિયાળીને ધોઈ લો. બાદમાં તેને ત્રણથી ચાર કલાક પાણીમાં પલાળી રાખો
- બેથી ત્રણ કલાક બાદ તેને મિક્સરમાં પીસી લો. બાકીની સામગ્રી પણ તેમાં નાખીને ઝીણું ચૂરણ બનાવી લો.
- હવે એક ગ્લાસમાં પાણી લોઅ ને આ પેસ્ટને તેમાં નાખી દો. ઉપરથી લીંબુનો રસ નાખો
- હવે આપનું વરિયાળીનું શરબત તૈયાર થઈ ગયું છે, જેને આપ ઉનાળામાં પી શકશો.
વરિયાળીના શરબતના ફાયદા
વરિયાળીની તાસીર ઠંડી હોય છે. જેના કારણે આપણું શરીર ઠંડુ રહે છે. વરિયાળીમાં વિવિધ વિટામિન અને એન્ટીઓકિસડેંટ જોવા મળે છે. જે આપણા શરીરને કેટલાય કામમાં આવે છે. તેને પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યાથી બચી શકાય છે.