Monday, December 23, 2024

ઉનાળામાં પુદીનાનું પાણી પીવાથી પેટ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે, લૂ પણ લાગશે નહીં

Share

અમદાવાદઃ પુદીનાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સાથે જ તેને રોજ પીવાથી કેટલીય બીમારીઓમાંથી મુક્તિ મળે છે.

પુદીનાનું પાણી દરરોજ પીવું જોઈએ. તેમાં ફોલેટ, કેલ્શિયમ, કેરોટીનસ મેગ્નીશિયમ, પોટેશિયમ અને વિટામિન સી હોય છે. તે શરીર અને પેટ બંનેને ઠંડુ રાખે છે. તે લૂથી પણ બચાવે છે.

ગરમીમાં જો રોજ એક ગ્લાસ પુદીનાનું પાણી પીવામાં આવે તો સ્કિન પર નિખાર સાથે સાથે એનર્જી પણ મળે છે.

પુદીનાનું પાણી પીવા બાદ થાકમાંથી છુટકારો મળી જાય છે. ચહેરા પર ચમક પણ આવી જાય છે અને સ્કીન ગ્લો કરવા લાગે છે.

પુદીનાનું પાણી પીવાથી પાચન તંત્ર સારુ થઈ જાય છે. સાથે જ એસિડિટી, પેટમાં બળતરા અને છાતીમાં દુખાવો તથા કબજિયાતની છુટકારો મળી જાય છે.

પુદીનામાં એન્ટી ઓક્સિડેંટ, એન્ટી બેક્ટીરિયલ, એન્ટીફંગલ ગુણ હોય છે. તેને રોજ પીવાથી ખૂબ જ ફાયદા મળે છે. તેની તાસીર ઠંડી હોય છે.

પુદીનાનું પાણી રોજ પીવાથી મેટાબોલિઝ્મ ખૂબ જ સારુ થાય છે. સાથે જ વાળ, સ્કિન અને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓને ઠીક કરે છે.

Read more

Local News