Saturday, August 30, 2025

ખટોદરા પોલીસે ઝડપી પાડ્યું મેફેડ્રોન ડ્રગ્સ, ત્રણ આરોપીની ધરપકડ

Share

સુરતઃ ખટોદરા પોલીસ અને ઝોન ફોરની ટીમ દ્વારા ફિલ્મીઢબે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓ બાદ અન્ય એમ કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે 1.43 ગ્રામ ડ્રગ્સ તથા ડ્રગ્સ આપનારા પાસેથી પણ 3 ગ્રામ MD ડ્રગ્સ મળી કુલ રૂપિયા 2.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ NDPS મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સુરત પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી નો ડ્રગ્સ ઈન સીટીનું અભિયાન ચલાવી રહી છે. ત્યારે સુરત શહેર ડ્રગ્સનું એપી સેન્ટર બન્યું હોય તે રીતે દિવસેને દિવસે પ્રતિબંધિત ડ્રગ્સ પેડલરો પકડાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે સાંજે ફરી પાછી ખટોદરા પોલીસ અને ઝોન ફોરની ટીમ દ્વારા ફિલ્મીઢબે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓ બાદ અન્ય એમ કુલ 3 આરોપીઓને 1.43 ગ્રામ ડ્રગ્સ તથા ડ્રગ્સ આપનાર પાસથી પણ 3 ગ્રામ MD ડ્રગ્સ મળી કુલ રૂપિયા 2.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ NDPS મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ બાબતે ACP ઝેડઆર દેસાઈએ જણાવ્યું કે, ગઈકાલે સાંજે ડીસીપી ઝોન-4ની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે એએસઆઈ રોહિત યોગેશભાઈને બાતમી મળી હતી કે, ખટોદરામાં જૂની સબજેલની પાછળ સેલ પેટ્રોલપંપ વાળી ગલીમાં બે યુવકો એમડી ડ્રગ્સ લઈ બર્ગમેન મોપેડ પર પસાર થવાના છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અહીં પોલીસે ફિલ્મીઢબે મોપેડને આંતરી આરોપી તૌસિફખાન યુનુસખાન અને અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદ શેખને પકડી પાડયા હતા.

પોલીસે તપાસ કરતા તેમની પાસેથી 1.43 ગ્રામ વજનનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 14,300 થાય છે તથા બંને આરોપીઓની પૂછપરછમાં માન દરવાજા પાસે રહેતા આરોપી ચાંદનું નામ બહાર આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેની પાસેથી પણ પોલીસને 3 ગ્રામ MD ડ્રગ્સ મળી કુલ રૂપિયા 2.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ NDPS મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે. આ ઉપરાંત આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા કોને વેચતા હતા, કેટલા સમયથી ડ્રગ્સનો વેચાણ કરતા હતા આ સમગ્ર મામલે આરોપીઓને નામદાર કોર્ટમાં હાજર કરીને ત્રણે આરોપીય વિરુદ્ધ રિમાન્ડની માંગણીઓ કરી છે.

Editor
Editorhttps://gujaratlokshahinews.com
ગુજરાતી વેબસાઇટ કે જે વિશ્વસનિય સમાચાર સાથે તમને સતત અપડેટ રાખે છે ! ગુજરાત, ભારત અને વિશ્વભરના સમાચારો માટેના તમારા વિશ્વસનીય સ્ત્રોતમાં આપનું સ્વાગત છે. ગુજરાત લોકશાહી ન્યૂઝ વેબસાઇટ એ રાજ્ય, દેશ અને વિદેશના નવીનતમ અને મહત્વપૂર્ણ સમાચારો ગુજરાતી ભાષામાં પહોંચાડવા માટે સમર્પિત છે.

Read more

Local News