સુરતઃ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ તે માટે ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડ રાખવામાં આવી હતી. આ પરેડમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા 131 આરોપીઓની લાઈન પરેડ કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજનાર છે. ત્યારે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર કોઈ પણ પ્રકારના સવાલ ઊભા ન થાય એટલા માટે સુરતમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ જેવા કે, હિસ્ટ્રીશીટર, ટપોરી, શરીર સંબંધિત ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ, બુટલેગર, ગેસ રી-ફિલિંગમાં પકડાયેલા આરોપીઓ, તેમજ હથિયારબંધીના જાહેરનામા હેઠળ પકડાયેલા આરોપી દબાણ વિભાગના હુમલામાં પકડાયેલા આરોપી અને રાઇટિંગના ગુનામાં પકડાયેલા આરોપીઓને પોલીસ સ્ટેશનમાં હાજર રાખીને ઇન્સ્ટ્રીગેશન પરેડ રાખવામાં આવી હતી.
જેમાં 4 હિસ્ટ્રીશીટર, 16 ટપોરી, 22 એમ.સી.આર, 25 શરીર સંબંધિત ગુનામાં પકડાયેલા આરોપી, 30 બુટલેગર, 3 ગેસ રીપેરીંગમાં પકડાયેલા આરોપી, 12 હથિયારબંધી જાહેરનામા હેઠળ પકડાયેલા આરોપી અને 19 રાયોટીંગ તેમજ દબાણ વિભાગ પર હુમલામાં પકડાયેલા આરોપીઓ મળી કુલ 131 આરોપીઓને પોલીસ સ્ટેશનમાં હાજર રાખીને લાઈન પરેડની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ તમામ આરોપીઓની રૂબરૂ ઇન્ટરોગેશન પરેડ ગોઠવીને આરોપીઓના લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને સુલેહભંગ થતું અટકાવવા તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. તેમના ઇન્ટ્રોગ્રેશન ફોર્મ ભરી કાયદો ભંગ કરતા તેમને અટકાવવામાં આવ્યા હતા અને ગુનેગારીનો માર્ગ છોડીને સામાન્ય જિંદગી જીવવા માટે તેમને પોલીસ દ્વારા સામાજિક માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.