Sunday, December 22, 2024

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડનારી જેનીફર મિસ્ત્રી મુશ્કેલીઓમાં ફસાઈ; વેન્ટીલેટર પર છે બહેન, ભાઈનું મોત

Share

મુંબઈ: ફેમસ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં રોશન સોઢીનું પાત્ર નિભાવી ચુકેલી જેનિફર મિસ્ત્રીની જિંદગી દુખોથી ઘેરાઈ ગઈ છે. એક્ટ્રેસ પહેલા જ શોને અલવિદા કહી ચુકી છે. શો છોડ્યા બાદ જેનીફર મિસ્ત્ર સતત ચર્ચામાં છે. તેણે શોના પ્રોડ્યૂસર આસિત મોદી વિરુદ્ધ મોર્ચો ખોલ્યો હતો. જેનીફર સોશિયલ મીડિયા પર પણ સતત આસિત મોદી વિરુદ્ધ વીડિયો શેર કરી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડ્યા બાદ એક તરફ જેનીફર બેરોજગાર બેઠી છે, તો વળી હવે તેની બહેનની જિંદગી અને મોતનો જંગ લડી રહી છે. જેનીફરની બહેન વેન્ટીલેટર પર છે અને તેના નાના ભાઈનું નિધન થઈ ગયું છે.

ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિપોર્ટ અનુસાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેનિફર મિસ્ત્રી પોતાની પર્સનલ લાઈફમાં ખૂબ જ મુશ્કેલીઓ વેઠી રહી છે. એક્ટ્રેસની બહેનની હાલત નાજુક છે. એટલા માટે તે પોતાના હોમટાઉનમાં છે. એક્ટ્રેસની બહેન વેન્ટીલેટર પર છે. તેની હાલ ગંભીર છે. એટલા માટે તેની તેના પરિવારને જરુર છે. આ જ કારણ છે કે, જેનીફર પોતાના ઘરમાં છે. જેથી તે પોતાની બહેનની દેખરેખ રાખી શકે.

એક્ટ્રેસે જણાવ્યું કે, છે્લલા દોઢ વર્ષમાં તેની જિંદગીમાં કેટલીય મુશ્કેલીઓ આવી. નાનું ભાઈનું નિધન બાદ તે પોતાના ઘર અને બહેનોની જવાબદારી ઉઠાવી રહી છે. તેની વચ્ચે તારક મહેતા શો છોડ્યો અને બાદમાં આસિત મોદી સાથે લડાઈ ઝઘડા ચાલું થયા. એક્ટ્રેસ માટે આ બધી વસ્તુઓ એક સાથે મેનેજ કરવું અઘરુ સાબિત થઈ ગયું. તેથી છેલ્લા દોઢ વર્ષથી તેની જિંદગીમાં અનેક મુશ્કેલીઓ આવી છે.

Read more

Local News