9 કલાક કામ કર્યા પછી પણ આ વ્યક્તિ ચલાવે છે રેપિડો, ઈન્કમ સાંભળીને ભલભલાના ઉડી ગયા હોશ!

આજના સમયમાં ફક્ત 9 કલાક કામ કરીને ઘરના બધા ખર્ચાઓ પૂરા કરવા ખૂબ મુશ્કેલ બની ગયા છે. આવામાં ઘણા લોકો પાર્ટ-ટાઇમ કામ કરીને સાઈડમા કમાવવાનો પ્રયાસ કરે છે.

0
44
rapido shubham parmar Success Story
Success Story of rapido

આજના સમયમાં ફક્ત 9 કલાક કામ કરીને ઘરના બધા ખર્ચાઓ પૂરા કરવા ખૂબ મુશ્કેલ બની ગયા છે. આવામાં ઘણા લોકો પાર્ટ-ટાઇમ કામ કરીને સાઈડમા કમાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ 8-9 કલાક કામ કર્યા પછી વ્યક્તિ આરામ કરતો નથી અને ફરીથી કોઈ બીજું કામ કરે તે એટલું સરળ નથી હોતુ.

પરંતુ દિલ્હીના શુભમ પરમાર કદાચ આરામ કરવાને સમયનો બગાડ માને છે. ઓફિસમાંથી ફ્રી થયા પછી, તેણે પાર્ટ-ટાઇમ રેપિડો ડ્રાઇવર બનવાનું નક્કી કર્યું. શુભમ તેની 9 કલાકની ઓફિસ શિફ્ટ પૂર્ણ કર્યા પછી દરરોજ રેપિડો પર બાઇક ચલાવે છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે અને દરરોજ વિડિઓ બનાવે છે અને પોસ્ટ કરે છે.

9 કલાક કામ કર્યા પછી Rapido

​શુભમ દિલ્હીમાં રહે છે અને તેની નોકરી ગુરુગ્રામમાં છે, જેના કારણે તેનો દૈનિક પ્રવાસ લાંબો થઈ જાય છે. શુભમ કહે છે કે રેપિડો ચલાવવાથી તેને વધારાના પૈસા કમાવવાની તક મળે છે અને તે સોશિયલ મીડિયા પર વિડિઓ બનાવીને પોતાનો શોખ પણ પૂર્ણ કરી શકે છે. HT રિપોર્ટ અનુસાર, તેણે નાની ઉંમરથી જ કમાણી શરૂ કરી દીધી હતી.

એક દિવસ શુભમે ગુરુગ્રામના એક યુટ્યુબરનો વીડિયો જોયો, જેનાથી તેનામાં કંઈક અલગ કરવાની ઇચ્છા જાગી. અહીંથી જ તેને રેપિડો ચલાવવાનો વિચાર આવ્યો. આ નિર્ણય પછી, તેના ઘણા સાથીદારોએ તેને ‘રેપિડો વાલે ભૈયા’ કહીને ચીડવ્યો, પરંતુ તેમ છતાં તેણે હિંમત ન હાર્યો અને પોતાનું કામ ચાલુ રાખ્યું.

કેટલો પગાર અને કેટલી વધારાની આવક?

અહેવાલ મુજબ, શુભમે જણાવ્યું હતું કે તેની ઓફિસની નોકરીમાં તેનો વાર્ષિક પગાર લગભગ 3.6 લાખ રૂપિયા છે. આ કારણે, તેને દર મહિને 30 હજાર રૂપિયાથી ઓછો પગાર હાથમાં મળે છે. આ ઉપરાંત, તે રેપિડો ચલાવીને દર મહિને 10 થી 22 હજાર રૂપિયા વધારાની કમાણી કરે છે.

તે તેના પર નિર્ભર કરે છે કે તે કેટલો સમય ફાળવી શકે છે. શુભમ કહે છે કે રેપિડો તેના માટે સાઈડ ઇન્કમનો સારો સ્ત્રોત બની ગયો છે.

શુભમ @shubham.parmarvlogs નામના એકાઉન્ટથી ઇન્સ્ટાગ્રામ પર તેના વીડિયો પોસ્ટ કરે છે. લોકોએ તેની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી અને તેને પ્રોત્સાહન આપ્યું. એક યુઝરે લખ્યું, ‘મહેનતુ માણસનું જીવન આવું જ હોય છે.’ બીજાએ કહ્યું, ‘કોઈ તમારા બિલ ચૂકવતું નથી, તેથી કોઈને પણ ગમે તે કહેવા દો, તમે સખત મહેનત કરો અને સફળ બનો.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here