Monday, December 23, 2024

વારાણસીના આ પ્રસિદ્ધ મંદિરમાં પૂજારીના વેશમાં તૈનાત રહેશે પોલીસ, આ કારણે લેવાયો નિર્ણય

Share

વારાણસીઃ જો તમે હવે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં જશો તો ત્યાં હાજર પૂજારીઓને જોઈને છેતરાતા નહીં. કારણ કે બની શકે કે તે પૂજારી નહીં પણ પોલીસવાળા પણ હોય શકે છે. કદાચ આપને અમારી વાત થોડી અજીબ લાગશે, પણ હકીકતમાં આ એકદમ સત્ય છે. કાશી વિશ્વાનાથ મંદિરમાં હવે અમુક પોલીસવાળાને પૂજારીના વેશમાં તૈનાત કર્યા છે અને વારાણસી પોલીસ કમિશ્નરેટના આ નિર્ણય પર ઉત્તર પ્રદેશમાં રાજકારણ પણ ગરમાઈ ગયું છે.

હવે એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે આખરો એવી તે કેવી જરુરિયાત આવી પડી કે પોલીસના જવાનોને વરદીને જગ્યાએ પૂજારીઓના કપડા પહેરવા પડ્યા. આખરે કાશી વિશ્વનાથ મંદિરમાં પોલીસવાળાને પૂજારીના વેશમાં તૈનાત કરવાની શું જરુર પડી. તેની પાછળ પોલીસ પ્રશાસનના તર્ક કંઈક આવા છે.

પોલીસે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યામા છેલ્લા કેટલાક દિવસોમાં જબરદસ્ત વધારો થયો છે. આ જ કારણે ઘણી વાર શ્રદ્ધાળુઓ તરફ દુર્વ્યવહાર અને ધક્કા મુક્કીની ફરિયાદો મળે છે અને પોલીસ પર આવા આરોપ લગાવ્યા છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓ મંદિરમાં પોલીસને જોઈને અસહજ અનુભવાય છે.

આ જ બધા કારણોથી ભક્તો મંદિરમાં અલગ પ્રકારની પોલિસીંગ વ્યવસ્થા કરવાની જરુરિત અનુભવ થઈ અને આવી જ રીતે નિર્ણય લીધો છે. તર્ક એવો પણ આપ્યો છે કે, શ્રદ્ધાળુ પૂજારીની વાતને સહજ સ્વીકાર કરી લે છે. તેથી પોલીસવાળાને પૂજારીના વેષમાં તૈનાત કર્યા છે. સાથે જ કાશી વિશ્વનાથ મંદિરમાં નો ટચ પોલિસી પણ લાગૂ કરી દીધી છે.

વારાણસી પોલીસ કમિશ્નરેટના આદેશ અનુસાર, એક શિફ્ટમાં 6 પોલીસકર્મી ડ્યૂટી પર રહેશે. અને આ તમામ લોકો ગર્ભગૃહની જવાબદારી સંભાળશે. તેમાંથી 2 પોલીસકર્મી પૂજારીના વેશમાં કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં રહેશે અને બાકીના 4 પોલીસકર્મી ગર્ભગૃહમાં અલગ અલગ દ્વાર પર તૈનાત રહેશે.

Read more

Local News