અયોધ્યા: રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓએ કહ્યું છે કે, અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની મૂર્તિનો સૂર્યાભિષેક રામ નવમીને રોજ થશે. તેના માટે લગાવવામાં આવેલા ખાસ ઓપ્ટોમેકેનિકલ સિસ્ટમ પરીક્ષણ સફળ રહ્યું છે. 17 એપ્રિલના રોજ બપોરે 12 કલાકે સૂર્યના કિરણો રામલલાની મૂર્તિના માથાના કેન્દ્ર પર પડશે તેની ખાતરી કરવા માટે રોજ પરીક્ષણ થઈ રહ્યું છે. ઈંડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, ટ્રસ્ટના એક અધિકારીએ કહ્યું કે, સૂર્યના કિરણો સતત ચાર મિનિટ સુધી રામલલાના ચહેરાને રોશન કરશે. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટ, રુડકી અને એક અન્ય સંસ્થાના વૈજ્ઞાનિકોની ટીમ આ કામમાં લાગેલી છે.
કહેવાય છે કે, રામ મંદિરના ભૂતળ પર બે દર્પણ અને એક લેંસ લગાવ્યો છે. ત્રીજા માળ પર લાગેલા દર્પણથી સૂર્યના કિરણો તેના પર પડશે. તેનાથી પરાવર્તિત કિરણો માથા પર તિલક બનાવશે. કેમ કે મંદિરના ગર્ભગૃહમાં જ્યાં મૂર્તિ રાખી છે, ત્યાં સીધા સૂર્યના પ્રકાશના કિરણો આવી શકે તેવો રસ્તો નથી. એટલા માટે દર્પણ અને લેંસથી મૂર્તિના માથા પર સૂર્યના કિરણો પાડવા માટે ઓપ્ટોમેકેનિકલ ઉપકરણો લગાવ્યા હતા. આ ઓપ્ટોમેકેનિકલ સિસિટમ સાથે દિશામાં ફેરફારને ધ્યાનમાં રાખતા દર્પણ અને લેંસમાં મામૂલી ફેરફાર સાથે દર વર્ષે રામનવમીના દિવસે મૂર્તિનું સૂર્ય તિલક કરવામાં આવશે.
જ્યાં વૈજ્ઞાનિકો લગભગ 4 મિનિટ સુધી ચાલતા સૂર્ય તિલકની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યાં વળી ટ્રસ્ટના અધિકારીઓએ કહ્યું કે, માથા પર લગભગ 2-2.5 મિનિટ સુધી તેજ રોશની રહેશે અને બાકીનો સમય ફીકી રોશની રહેશે. સાથે જ દૂરદર્શન પર કાર્યક્રમનું સીધું પ્રસારણ થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યારે સમગ્ર અયોધ્યામાં લગભગ 100 જગ્યા પર મોટી એલઈડી સ્ક્રીન લગાવામાં આવશે.