Saturday, March 22, 2025

બનેવી સાથે બાઈક પર જઈ રહી હતી છોકરી, પ્રેમીએ જોઈ લીધી તો આવીને ગોળી મારી દીધી

Share

મોતિહારી: બિહારમાંથી એક સનકી આશિકે પોતાની જાનૂડીને ગાળી મારી દીધી હતી. તેની પ્રેમિકાને ગોળી મારવા પાછળનું કારણ પણ વિચિત્ર છે. હકીકતમાં જોઈએ તો, તેના પ્રમીએ પ્રેમિકાને ગોળી એટલા માટે મારી દીધી કેમ કે તે પોતાના બનેવી સાથે બાઈકમાં જઈ રહી હતી. ફક્ત આટલી વાતમાં પ્રેમીને ખોટું લાગી ગયું અને તેને પોતાની પ્રેમિકાનો જીવ લઈ લીધો. ગોળી મારનારા પ્રેમીનું કહેવું છે કે, તેને વારંવાર કહેવા છતાં પણ તે માનતી નહોતી. છેલ્લા પોતાના મિત્રો સાથે મળીને પ્રેમિકાને ગોળી મારી દીધી. આ ઘટના બિહારના મોતિહારીના કુંડવા ચૈનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા બલુઆ ગામની છે.

ગોળીબારીની આ ઘટનામાં ખુશ્બુ કુમારી નામની છોકરી ઘાયલ થઈ ગઈ. તાત્કાલિક તેને મોતિહારીની રહમાનિયા હોસ્પિટલમાં દાખલ કરી છે. તેની સારવાર ચાલી રહી છે. હસનપુર બલુઆના રહેવાસી મહેન્દ્ર બેઠાની દીકરી પોતાની બનેવી સાથે ગામની તરફ મોટરસાયકલમાં જતી હતી. આ દરમ્યાન ત્યાં અમુક છોકરાઓ આવ્યા છોકરી સાથે વાત કરવા માગતા હતા, પણ છોકરીએ વાત કરવાની ના પાડી દીધી, જે બાદ છોકરાએ ગોળી મારી દીધી.

ગોળી છોકરીને કમરની નીચે વાગી. છોકરીએ બૂમો પાડ્યા બાદ સ્થાનિક લોકો તેને સારવાર માટે મોતિહારી લાવ્યા. જ્યાં છોકરીની સારવાર કરાવી. ઘાયલ છોકરીએ સ્વીકાર્યું કે, અમુક છોકરાઓએ અમને રોકવાની કોશિશ કરી. અમે રોકાયા નહીં એટલે ગોળી મારી દીધી. છોકરીના બનેવીએ જણાવ્યું કે અમે ગામ તરફ ફરવા ગયા હતા. ત્યારે અમુક છોકરા આવ્યા અને રોકવાની કોશિશ કરી અને ગોળી ચલાવી દીધી. ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસ પહોંચી ગઈ અને આ મામલે તપાસ કરી રહી છે.

Read more

Local News