નવી દિલ્હી: દિલ્હીના ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રોજની માફક સુરક્ષા તપાસ ચાલી રહી હતી. સાંજના લગભગ 6 વાગ્યાને 25 મિનિટ પર એક વિદેશી મહિલા પ્રી એમ્બાર્કેશન સિક્યોરિટી ચેક માટે પહોંચી. સિક્યોરિટી ચેક દરમ્યાન જેવી તે સીઆઈએસએફની મહિલા સુરક્ષા અધિકારીના હાથ વિદેશી મહિલાની કમરનની નીચે ગયો તો, હેંડ હેલ્ડ મેટલ ડિટેક્ટરનું અલાર્મ બીપ કરવા લાગ્યું.
સીઆઈએસએફના આસિસ્ટેંટ ઈંસ્પેક્ટ જનરલ અખિલેશ કુમાર શુક્લ અનુસાર, બીપનો અવાજ આવતા જ મહિલા સુરક્ષા અધિકારીએ સમજવામાં વાર ન લગાડી અને આ મહિલાના કપડાની અંદર કંઈક છુપાવ્યું છે.સીઆઈએસએફની મહિલા અધિકારીના પુછવા પર પહેલા તો વિદેશી મહિલા કંઈ કહેવાની ના પાડવા લાગી. પણ જ્યારે તેને એચએચએએમડીની બીપ વિશે કહેવામાં આવ્યું તો તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો.
અંડરગાર્મેન્ટમાંથી જપ્ત કર્યું લાખોનું સોનું
તેણે જણાવ્યું છે કે, તપાસ દરમ્યાન મહિલાના ગારમેન્ટમાંથી લગભગ 400 ગ્રામ સોનું જપ્ત થયું. જેમાં ગોલ્ડ બાર અને જ્વેલરી સામેલ છે. વિદેશી મહિલાના કબ્જામાંથી જપ્ત થયેલ સોનાની કિંમત લગભગ 45 લાખ રૂપિયા આંકવામાં આવી છે. વિદેશી મહિલાના કબ્જામાંથી સોનુ જપ્ત થયા બાદ કસ્ટમના હવાલે કરી દેવામાં આવ્યું. તો વળી કસ્ટમે આ વિદેશી મહિલા વિરુદ્ધ વિવિધ ધારાઓ અંતર્ગત કેસ દાખલ કરીને કાર્યવાહી શરુ કરી દીધી છે.
અમેરિકાની નાગરિક છે આ મહિલા
સીઆઈએસએપના આસિસ્ટેંટ ઈંસ્પેક્ટર જનરલ અખિલેશ કુમાર શુક્લા અનુસાર, સોનાની સાથે ધરપકડમાં લીધેલી વિદેશી મહિલાની ઓળખાણ ફરાહ દીકો મોહમ્મદ તરીકે થઈ છે. તે નૌરોબીથી આવેલી એર ઈંડિયાની ફ્લાઈટમાં આવી હતી. આ ફ્લાઈટ દિલ્હીથી હૈદરાબાદ જવાની હતી.