નવી દિલ્હીઃ એક વૃદ્ધ મહિલા પોતાની દીકરી સાથે ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયામાં પહોંચી. તેમણે કાગળની કાર્યવાહી પુરી કરી અને પોતાનું લોકર ખુલ્યું. લોકર ખોલતા જ તેઓ ચોંકી ગયા. લોકરમાંથી તેમના 20 તોલા સોનું ગાયબ હતું. મહિલા આ જોઈને ચોંકી ગઈ હતી અને આ વાતની જાણકારી તેમણે બેન્કના અધિકારીઓને આપી. પણ બેન્કના અધિકારીઓએ તેમની વાત માનવાની ચોખ્ખી ના પાડી દીધી.
નોઈડાના રહેવાસી એન્જીનિયર શૈલેન્દ્ર સિંહ અને તેમની પત્ની માયા ગૌરનું સંયુક્ત અકાઉન્ટ કાનપુરમાં રુરાની ભારતીય સ્ટેટ બેન્કની બ્રાન્ચમાં હતું. શૈલેન્દ્ર અને માયા મૂળ તો કાનપુરના રહેવાસી છે. આ બેન્કમાં તેમનું એક લોકર પણ છે. શૈલેન્દ્રનું 2018માં મોત થઈ ગયું હતું. આ ઘટનાન નવ એપ્રિલની છે. જ્યારે નોઈડામાં રહેતી માયા ગૌર પોતાના લોકરને રિનુઅલ કરવા માટે દીકરી શૈલજા સાથે બેન્કમાં ગઈ હતી.
અહીં તેમણે લીગલ પ્રોસેસ પુરી કર્યા બાદ બેન્કના કર્મચારીઓ સાથે સ્ટ્રોંગ રુમમા ગયા. સ્ટ્રોંગ રુમમાં આવીને જેવું માયાએ લોકરમાં ચાવી લગાવીને લોકર ખોલ્યું તો હોશ ઉડી ગયા. તેમની આંખોની સામે અંધારુ છવાઈ ગયું. લોકરમાં રાખેલા તેમના ઘરેણાનો ડબ્બો ખાલી હતો અને તેમાં રાખેલું 20 તોલા સોનું ગાયબ હતું તાત્કાલિક તેમણે બેન્કના અધિકારીઓને જાણકારી આપી. પણ બેન્કના અધિકારીઓ વાત ટાળી દીધી આ જોઈને તેમણે તાત્કાલિક આખી ઘટનાની જાણકારી રુરા પોલીસને જાણ કરી.
2018 બાદ ઓપરેટ નથી થયું લોકર
ભારતીય સ્ટેટ બેન્ક રુરા બ્રાન્ચના મેનેજર અભિષેકનું કહેવુ છે કે, દસ્તાવેજના હિસાબથી જોવા મળે છે કે, આ લોકર 2018થી ઓુપરેટ થયું નથી. આજે મહિલા દ્વારા લોકર ખોલતા તેમના સોનાના ઘરેણાં ગાયબ થવાની વાત કહેવામાં આવે છે. લોકરમાંથી સોનું ગાયબ થવું અશક્ય વાત જેવી છે, તેમ છતાં પણ મામલાની ગંભીરતાથી તપાસ થઈ રહી છે. મહિલાની સૂચના મળતા જ પોલીસ તાત્કાલિક બેન્કમાં પહોંચી હતી.