Saturday, March 22, 2025

ડાયનાસોરની માફક કોંગ્રેસ આ દેશમાંથી ખતમ થઈ જશે, ગુજરાતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્યા આકરા પ્રહારો

Share

ભાવનગર: રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતા દાવો કર્યો છે કે તેમની પાર્ટી ડાયનાસોરની માફક ધરતી પરથી ગાયબ થઈ જશે. તે્મણે એક ચૂંટણી રેલીને સંબોધન કરતા આ કહ્યું કે, બાળકો હવેથી દસ વર્ષ બાદ કોંગ્રેસ પાર્ટી વિશે વાતો કરી શકશે નહીં.

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બાંભણીયા માટે પ્રચાર કરતા સિંહે તત્કાલિન રાજાઓ પર કથિત ટિપ્પણીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાઁધી પર પ્રહારો કર્યા. સિંહે કહ્યું કે, તેમણે તત્કાલિક રાજઘરાના લોકોની જમીન નથી હડપી, પણ પોતાના રજવાડાને સ્વતંત્ર ભારતમાં વિલયની ઓફર કરી હતી.

ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, આજે હું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ભાષણ સાઁભળી રહ્યો હતો. તેમણે કહ્યું કે, એવા રાજા હતા જે લોકોની જમીન હડપી લેતા હતા, જ્યાં સુધી આપણા દેશના રાજાઓનો સવાલ છે. સરદાર વલ્લભભાઈ પટેલની એક અપીલ પર તમામે પોતાના રજવાડાનો વિલય ભારતમાં કર્યો. તેમણે દાવો કર્યો, કે દેશમાં જે માહોલ છે, તેનાથી મને લાગે છે કે, આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ ખતમ થઈ જશે.

આણંદમાં એક અન્ય રેલીને સંબોધન કરતા રક્ષા મંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારના કામના કારણે હવે જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર બોલે છે, તો દુનિયા તેને ધ્યાનથી સાંભળે છે. તેમણે કહ્યું કે, જ્યારે હું અન્ય દેશોનો પ્રવાસ કરું છું તો મને લોકોના વ્યવહાર અને તેમના દ્રષ્ટિકોણમાં વ્યાપક બદલાવ જોવા મળે છે. આખી દુનિયામાં એવી ધારણ બનેલી છે કે, ભારત નબળો નહીં પણ એક મજબૂત દેશ છે.

Read more

Local News