નવી દિલ્હી: દિલ્હીમાં એક યુવકે પોતાના સસરા પાસેથી 8 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. સસરાનું દેવું ચુકવવું ન પડે તેથી જમાઈએ કાવતરું રચ્યું. ખાસ વાત એ છે કે, આ કાવતરામાં તેની પણ પત્ની પણ સામેલ હતી. દીકરીએ પોતાના પિતાના પૈસા ચુકવવા ન પડે, એટલા માટે પતિ અને મિત્રો સાથે મળીને આખું કાવતરુ રચ્યું પણ તેમાં તેઓ સફળ થયા નહીં. રહસ્ય ખુલ્યા બાદ પોલીસે તમામની ધરપકડ કરી છે.
જમીન ખરીદવા માટે લીધા હતા 8 લાખ રૂપિયા
દિલ્હીના આશીપ ગુપ્તાએ પત્ની સાથે મળીને નકલી અપહરણનું કાવતરુ રચ્યું હતું. આશીષ કરોલબાગમાં રહેતો હતો અને તેણે ગાજિયાબાદમાં એક જમીન ખરીદવા માટે પોતાના સસરા પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા. આ દરમ્યાન તેણે બે લાખ રૂપિયા વાપરી નાખ્યા અને બાકીના પૈસા રાખી મુક્યા હતા. આશીષ પોતાના સસરાને બાકીના પૈસા પાછા આપવા નહોતો માગતો.
પત્ની સાથે લૂંટનું કાવતરુ રચ્યું
આશીષે પત્નીને આખો પ્લાન બતાવી દીધો. ત્યાર બાદ પત્ની અને પોતાના બે સાથીઓ સાથે મળીને તેમણે કાવતરુ રચ્યું. પ્લાનિગ અનુસાર પત્ની અને ખુદ રુપિયા લઈને સસરાને પાછા આપવા જતાં નીકળ્યા અને તે દરમ્યાન દુકાનમાં કામ કરતા બે સાથી દીપક અને એક મિત્રએ તેમને રોકીને રૂપિયા ભરેલી બેગ છીનલી લીધી. ત્યાર બાદ બંને આરોપી ભાગવા લાગ્યા અને લોકોએ તેમને પકડી લીધા અને પોલીસના હવાલે કરી દીધા.
પકડાયેલા લુંટારાઓ સાથે પોલીસે પૂછપરછ કરતા ભાંડો ફુટ્યો
બંને આરોપી દીપક અને તેના સાથીએ આ મામલે ખુલાસો કરતા જણાવ્યું કે, આખું કાવતરુ આશીષે રચ્યું હતું. તેના સસરાને ઉધાર લીધેલા પૈસા ન આપવા માટે એટલા માટે તેની પત્ની સાથે મળીને લુંટનું કાવતરુ ઘડ્યું હતું. આરોપીઓ પાસેથી ચાકૂ પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આ ઘટના બાદ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.